અમેરિકામાં ચૂંટણીના પરિણામો બાદ તોફાનો ફાટી નીકળવાની આશંકા, ટ્રમ્પનું ઘર બન્યું 'કિલ્લો'

આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે કાંટાની ટક્કર છે. કાંટાના મુકાબલાને જોતા પરિણામો  બાદ તોફાનોની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકામાં ચૂંટણીના પરિણામો બાદ તોફાનો ફાટી નીકળવાની આશંકા, ટ્રમ્પનું ઘર બન્યું 'કિલ્લો'

વોશિંગ્ટન: અમેરિકા (US Presidential Election ) માં મતગણતરી વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) નું ન્યૂયોર્કના મેનહટન સ્થિત ટ્રમ્પ ટાવરને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયું છે. મોટી સંખ્યામાં હથિયારબંધ સુરક્ષાકર્મીઓએ પોતાની ટ્રકો સાથે ટ્રમ્પ ટાવરને ઘેરી લીધો છે. આ બાજુ પોલીસ ચીફે પણ ચેતવણી આપી છે કે જો ચૂંટણી પરિણામો બાદ અશાંતિ ફેલાઈ તો તેઓ શહેરના કેટલાક હિસ્સાને સીલ કરી દેશે. વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા આ ઘરમાં જ રહેતા હતા. 

તોફાનોની આશંકા
આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે કાંટાની ટક્કર છે. કાંટાના મુકાબલાને જોતા પરિણામો  બાદ તોફાનોની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે 2020ની અમેરિકાની ચૂંટણીમાં 67% મતદાન થયુ છે. 16 કરોડ અમેરિકનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 

મંગળવારે બપોરે અહીં બિલ્ડિંગ સામે દેખાવકારો ભેગા થઈ ગયા હતા. એટલું જ નહીં શહેરના અન્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ ભેગા થઈ ગયા છે. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફે દેખાવકારોને ચેતવણી આપી છે. આ બાજુ શહેરના મેયર બિલ ડી બ્લાસિયોએ દાવો કર્યો છે કે બિઝનેસ પ્રતિષ્ઠાનોની લૂંટની ઘટનાથી ડરવાની જરૂર નથી. આ અગાઉ ટ્રમ્પ વિરોધી બ્લેક લાઈવ્સ મેટરના લોકોએ અહીં ખુબ પ્રદર્શન કર્યું હતું. તેમાં દુકાનોને ખુબ નુકસાન પહોંચ્યું હતું. 

ન્યૂયોર્કના અનેક વિસ્તારોમાં દેખાવકારોનો જમાવડો
ન્યૂયોર્ક પોલીસે કહ્યું છે કે મેનહટન વિસ્તારના કેટલાક ભાગ બંધ કરવામાં આવી શકે છે. આ વિસ્તારમાં જો લૂંટની ઘટના થઈ તો કોઈ પણ કાર કે પગપાળા જવા માટે લોકોને મંજૂરી નહી હોય. ન્યૂયોર્કના જે વિસ્તારોમાં દેખાવકારો ભેગા થયા છે ત્યાં હજારોની સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરાયા છે. પોલીસે પોતાના ટ્રકોમાં બાલુ ભરી રાખ્યો । આ વાહનોને એટલા માટે તૈનાત કરાયા છે કારણ કે જો પ્રદર્શનકારીઓની ભીડ વધે તો તે ગાડીઓને બેરિયર બનાવી રોકી શકાય. 

અત્રે જણાવવાનું કે અશાંતિ અને હિંસાની આશંકા વચ્ચે ન્યૂયોર્ક શહેરમાં અનેક વિસ્તારોમાં લક્ઝરી સ્ટોર ચલાવનારા અને નાના વેપારીઓએ પોતાની દુકાનોને બચાવવા માટે આગળ પ્લાયવુડ લગાવી દીધા છે. વ્હાઈટ હાઉસ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે થઈ રહેલી આ રેસમાં હાલ તો બાઈડેન આગળ છે.

તોફાનોની આશંકા
આમ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે કાંટાની ટક્કર છે. કાંટાના મુકાબલાને જોતા પરિણામો  બાદ તોફાનોની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે 2020ની અમેરિકાની ચૂંટણીમાં 67% મતદાન થયુ છે. 16 કરોડ અમેરિકનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 

જીતના દાવા
બંને ઉમેદવારો પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને ભરોસો વ્યક્ત કર્યો છે કે તેમને જનતા બીજીવાર તક આપશે. ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું કે દેશભરમાં અમે સારી સ્થિતિમાં જોવા મળી રહ્યા છીએ. આભાર, ટ્રમ્પ ભારે મતદાનથી ખુબ ખુશ છે. તેમનું માનવું છે કે તેમની જીત સુનિશ્ચિત છે. 

સમગ્ર દુનિયાની નજર
અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર આખી દુનિયાની નજર છે. ભારત માટે પણ આ ચૂંટણી ખુબ મહત્વની છે. કારણ કે ટ્રમ્પના કાર્યકાળમાં ભાર અને અમેરિકાના સંબંધો  ખુબ સારા થયા છે. આથી ભારત ઈચ્છશે કે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવે. જો કે ચીન અને તેના જેવા અન્ય દેશો ક્યારેય નહીં ઈચ્છે કે ટ્રમ્પ સત્તા પર આવે. ચીન વિરુદ્ધ ટ્રમ્પે ખુબ આકરું વલણ અપનાવેલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news